ABOUT ASHRAM

સમાજમાં સનાતન ધર્મ, ભક્તિ અને સેવાની સંસ્કારોનું સિંચન થાય એવા હેતુથી સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતી મહારાજ દ્વારા સ્થાપિત ધર્મના ધ્વજ સમાન આશ્રમો. આ આશ્રમોમાં બિરાજીને સ્વામીજી એ ખુબ જ ભજન-દયાન-મોંન સાધના કરી હોવાથી અહીં પગ મુક્તની સાથે જ પરમ આત્મા શાંતિનો અનુભવ થાય છે. દરેક આશ્રમોમાં સ્વામીજી દ્વારા સ્થાપિત શિવાલયો વિદ્યમાન છે. પ્રતિદિન શિવપૂજા, સત્સંગ, ધૂન તેમજ ધાર્મિક મહોત્સવની ઉજવણી, બાલ સત્સંગસભા, વૃક્ષરોપણ, પશુ-પંખીઓની સેવા તથા માનવસેવા કાર્યો આશ્રમ ના માધ્યમ થી થાય રહિયા છે.

Learn More

ABOUT GURUJI

માનવજીવન નું પરમ લક્ષ્ય એવા પરમાત્માની પ્રાપ્તિ માટે પરમ વીતરાગ સન્યાસી જીવન જીવી સમાજ માં સનાતન ધર્મ, શિવભક્તિ, માનવસેવા અને આત્મજ્ઞાનનો પ્રકાશ પાથરનાર વિરલ સંતવિભૂતિ-સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતી મહારાજ. કાશી ક્ષેત્રે સંસ્કૃત વેદ શાસ્ત્ર-અભિયાસ કરી વેદાંતાચાર્ય-ક્ષત્રિય-બ્રમ્હનિષ્ટ બની. સૌરાષ્ટ્રમાં પધારી ગામો-ગામ પદયાત્રા-પરિભ્રમણ કરી, કરપાત્ર ભિક્ષાવૃત્તિથી જીવન નિર્વાહ કર્યો. કઠિન કષ્ટમોન સાધના, કનક-કાન્તાનો સંપૂર્ણ ત્યાગ કરી સમાજમાં સનાતન ધર્મનાસંસ્કારો ને ઉજાગર કરવા આશ્રમોની સ્થાપના કરી. દર્દીનારાયણ ને તદ્દન વિનામૂલ્યે સારવાર કરવાના હેતુથી ટીમ્બીમુકામે માનવસેવા હોસ્પિટલ નિર્માણ કરી સાચા કર્મયોગીનો આદર્શ સ્થાપિત કર્યો.

Learn More

OUR PUBLICATION

 

AUDIO

 

 

Book

 

 

Magazine