ગુરૂજી વિશે

માનવજીવન નું પરમ લક્ષ્ય એવા પરમાત્માની પ્રાપ્તિ માટે પરમ વીતરાગ સન્યાસી જીવન જીવી સમાજ માં સનાતન ધર્મ, શિવભક્તિ, માનવસેવા અને આત્મજ્ઞાનનો પ્રકાશ પાથરનાર વિરલ સંતવિભૂતિ-સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતી મહારાજ. કાશી ક્ષેત્રે સંસ્કૃત વેદ શાસ્ત્ર-અભિયાસ કરી વેદાંતાચાર્ય-ક્ષત્રિય-બ્રમ્હનિષ્ટ બની. સૌરાષ્ટ્રમાં પધારી ગામો-ગામ પદયાત્રા-પરિભ્રમણ કરી, કરપાત્ર ભિક્ષાવૃત્તિથી જીવન નિર્વાહ કર્યો. કઠિન કષ્ટમોન સાધના, કનક-કાન્તાનો સંપૂર્ણ ત્યાગ કરી સમાજમાં સનાતન ધર્મનાસંસ્કારો ને ઉજાગર કરવા આશ્રમોની સ્થાપના કરી. દર્દીનારાયણ ને તદ્દન વિનામૂલ્યે સારવાર કરવાના હેતુથી ટીમ્બીમુકામે માનવસેવા હોસ્પિટલ નિર્માણ કરી સાચા કર્મયોગીનો આદર્શ સ્થાપિત કર્યો.